મિત્રો હાલ હત્યા તથા આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે એવામાં સુરત શહેરમાંથી એક ખુબ જ દુઃખદ તથા ચોંકાવનારી ઘટના કહી શકાય તેવી ઘટના હાલ સામે આવી છે જેમાં 25 વર્ષીય યુવકે ઝેરી દવાના ઘૂંટડા લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, આત્મહત્યા કરતા પેહલા યુવકે એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં પોતાના મૌતનું કારણ પણ જણાવ્યું હતું.
હાલ સમાચાર અનુસાર સામે આવ્યું છે કે શુભમ ગઠિયા નામનો યુવક જે સુરત શહેરની કામરેજમાં આવેલ પોતાની જ હોટેલમાં આપઘાત કરી લીધો હતો, હાલ આ ઘટનાને લઈને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે જ્યારે પરિવારજનોએ પોલીસ તપાસણીની માંગણી કરી છે, હાલ વિડીયો અને સમાચાર દ્વારા તો સામે આવી રહ્યું છે કે યુવકે પોતાના ભાગીદારોના ત્રાસને લીધે જ આત્મહત્યાનું આ મોટું પગલું ભરી લીધેલ છે તેવું જણાય રહ્યું છે.
જીવ આપતા પેહલા મૃતક શુભમે વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તેણે ભરોસા વિષે વાત કેહતા કહ્યું હતું કે અજાણ્યા માણસો પર ભરોસો ના કરાય તે માણસોને લઇ ડૂબે, તે આગળ જણાવે છે કે તેણે બે માણસો ભાર્ગવ તથા જાગૃત નામના લોકો પર ભરોસો કરીને ટકાટક શરૂ કર્યું હતું, પરંતુ સમય આવતા તે બંને બ્લેકમેલ તથા ટોર્ચરિંગ કરવા લાગ્યા હતા.
શુભમે દુઃખી અવાજમાં પોતાના વીડિયોમાં પણ જણાવ્યું હતું કે “મમ્મી, ખાસ મને માફ કરી દેજો, કેમ કે આ જન્મ તો શું આવતા 7 જન્મમાં પણ હું તમારો ઋણ ક્યારેય ઉતારી નહીં શકું. મને ખબર છે કે આ વીડિયો જોઈ તમારી શું હાલત થશે, પણ ત્યારે તમારી સાથે હું નહીં હોઉં.મારા બધા મિત્રો, મારા ગયા પછી હમદર્દી દેખાડ્યા કરતાં મારા મમ્મીનું ધ્યાન રાખજો. બસ, આનાથી વધારે મારે કંઈ નથી જોઈતું. મા હવે જે થયું એ અથવા તો આ વીડિયો પછી જે થશે એ બસ સાચવજે, મા.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.