રડાવી દે તેવો કિસ્સો! જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયો આંતકવાદી હુમ!લો, 9થી વધુ ના થયા મોત….

દિવસે ને દિવસે આંતકવાદીઓઓ ત્રાસ વધી રહ્યો છે, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના ખુબ જ દુઃખ દાયક પણ છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં રાજસ્થાનના ચાર યાત્રાળુઓનાં પણ મોત થયા છે, જેમાં બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. અન્ય એક યાત્રી ઘાયલ થયો છે. આ હુમલામાં ઉત્તર પ્રદેશના ત્રણ શ્રદ્ધાળુઓ પણ માર્યા ગયા હતા.

આ દુઃખદ ઘટનાને કારણે તમામ ભારતવાસીઓમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે, આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તેઓ રવિવારે સાંજે થયેલા હુમલામાં બસ ડ્રાઈવર અને કંડક્ટર સહિત કુલ 9 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા.મૃત્યુ પામનાર રાજસ્થાનના શ્રદ્ધાળુઓના નામ છે – રાજેન્દ્ર પ્રસાદ સૈની, મમતા સૈની, પૂજા સૈની અને બે વર્ષનો બાળક લિવંશ કિટ્ટુ. બાળકના પિતા પવન સૈની ઘાયલ છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ ઉચ્ચ અધિકારીઓને માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના મૃતદેહ તેમના પરિવારજનોને પરત કરવા સૂચના આપી છે.જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં રવિવારે સાંજે 40થી વધુ શ્રદ્ધાળુઓ એક બસમાં શિવ ખોરી મંદિરથી કટરા જઈ રહ્યા હતા, ત્યારે રિયાસી નામના સ્થળે બસ પર આતંકી હુમલો થયો હતો.

આતંકવાદીઓએ બસ પર ઓચિંતો હુમલો કર્યો અને ગોળીબાર કર્યો. જેના કારણે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ કોતરમાં પડી હતી.બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે જેમાં સ્થાનિક લોકોએ મદદ કરી હતી. સેના અને અર્ધલશ્કરી દળોને પણ બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો;ભક્તોએ ભગવાનની તિજોરી ભરી દીધી ! આ મંદિરમાં અઢરક સોના ચાંદી સાથે નીકળ્યા 17 કરોડ, જાણો ક્યાંનો છે કિસ્સો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment