સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, લોકો તેને પ્રકૃતિનો પ્રેમ અને ભાવનાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે. આ મામલો છત્તીસગઢના સર્રાગોંદી ગામનો છે. અહીં એક વૃદ્ધ મહિલા કપાયેલા પીપળના ઝાડને પકડીને પોક મૂકીને રડી રહ્યા છે. જાણકારી અનુસાર, દાદીમાએ 20 વર્ષ પહેલા પોતાના હાથે પીપળનું ઝાડ વાવ્યું હતું.
તેઓ આ ઝાડને દીકરાને જેમ સાચવતા હતા. તેને પાણી આપતા અને પીપળાના ઝાડની પૂજા કરતા હતા. જ્યારે ઝાડ કાપી નાખ્યું તો તેઓ પોતાની જાતને રોકી શક્યા નહીં. આ સમયે તેમના રુદનને જેણે પણ સાંભળ્યું તેઓ પણ ભાવુક થઈ ગયા. આ વીડિયો જોઈ તમે પણ ભાવુક થઈ જશો.ગામ લોકોએ આરોપ લગાવ્યો છે કે, એક જમીન વેપારીના ઈશારે આ ઝાડ કાપી નાખ્યું છે.
ગામલોકોએ તેના માટે પ્રદર્શન પણ કર્યું અને હવે મામલો પ્રશાસનના ધ્યાનમાં આવ્યો છે. આ વીડિયોને જોયા બાદ ઝાડ કાપનારા પ્રત્યે લોકો ગુસ્સે થઈ રહ્યા છે. તો વળી ઘણા લોકો આ દાદી માટે દુખી થઈ રહ્યા છે.ગામલોકોનું કહેવું છે કે આ મહિલા પીપળાના ઝાડની ખૂબ સેવા કરતા ઝાડ કાપતા ગુસ્સે થયેલા
ગામલોકોએ ખૈરાગઢ ચોકીએ જઈ ન્યાયની માગ કરી છે. પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન પણ કર્યા. ગામલોકોનો આરોપ છે કે એક જમીન વેપારી ઈમરાન મેમનના ઈશારા પર આ ઝાડ કાપવામાં આવી રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે આ ઝાડ ગામલોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.