ગુજરાતમાં અને અન્ય શહેરોમાં પણ રે!પ તેમજ છેડતીઓના અનેક બનાવો બને છે ત્યારે હાલમાં જ અમદાવાદમાં પણ આવી જ ઘટના ઘટી છે, આ ઘટના દરેક રોમિયોગીરી કરતા યુવાનો માટે ચેતવણી સમાન છે જ્યારે દરેક યુવતીઓ માટે આ ઘટના એક સાવચેતી અને સલામતી માટે શું કરવું જોઈએ તે માટે છે. ખરેખર અત્યાર સુધી તમે આવો બનાવ ભાગ્યે જ જોયો હશે. આ બનાવ અંગે વધુ વિગતવાર જણાવીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્ત સ્કૂલની વિધાર્થીનિઓએ રોમિયોગિરી કરનાર યુવાનને ભારે મેથીપાક ચખાડ્યો. આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે બંન્ને યુવતીઓએ એવો માર માર્યો છે કે, આ યુવાન કોઈ દિવસ કોઈ છોકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહી કરે.
આ બંને યુવતીઓ સગીર વયની છે અને વીડિયોમાં જોઈ શકો છો કે યુવતીએ યુનિફોર્મ પહેર્યો છે, જે યુવાને પટ્ટાથી મારી અને પગેથી લાત માર મારી રહી છે આ દરમિયાન કોઈ વ્યક્તિએ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ બનાવમાં જાણવા મળ્યું છે કે, યુવતીઓએ જણાવેલ કે આ યુવક તેમની છેડતી કરી રહ્યો હતો આ કારણે જ બંને યુવતીઓએ યુવકની રસ્તા પર જ મેથીપાક ચખાવી દીધો. હાલમાં સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. એક રીતે આ યુવતીઓએ પોતાના આત્મરક્ષણ માટે જે કર્યું છે અને આ દરેક યુવાનો માટે ચેતવણી સમાન છે.
આ પણ વાંચો;બે સંતાનોના પિતા હોવા છતાં આ યુવકે કર્યા પરણિત મહિલા સાથે લગ્ન ! ધર્મ બદલાવી કરી દીધું આવું કામ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.