જાણો ગોપાલ કંપનીની કહાની, માત્ર 8 હજાર રૂપિયાથી શરૂ કરી હતી કંપની, આજે છે કરોડોની કમાણી…

આજે આપણે ગોપાલ કંપનીના માલિક વિષે વાત કરવાના છીએ કે તે આખરે કઈ રીતે આજે આટલો બધો સમૃધ્ધ બની ગયો આજે નમકીનમાં એક નામ ઘરે ઘરે જાણીતું છે અને તે છે ગોપાલ નમકીન. હવે આ નામ ફરી ચર્ચામાં આવ્યું છે તેની સફળતાને લઈને. આ નમકીનના માલિકનું નામ 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં આવ્યું છે.

શૂન્યમાંથી સાડા બારસો કરોડ સુધીની સફર મારફત ગોપાલ નમકીન ગુજરાતની એક ખૂબ મોટી બ્રાન્ડ બની છે, પણ તેના વિશે લોકોને ખ્યાલ જ નથી. અહીં તમને જણાવીશું ગોપાલ નમકીનના વિઝનરી માલિક બિપિનભાઈ હદવાણીની સક્સેસ સ્ટોરી. બિપિનભાઈ હદવાણીનું મૂળ વતન જામકંડોરણાનું ભાદરા ગામ. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પણ ત્યાં પ્રાપ્ત કર્યો.

ત્યાંની એક નાનકડી દુકાનમાં પિતાજી વિઠ્ઠલભાઈ ફરસાણ બનાવે અને ત્યાં ગામમાં જ વેચે. એ તેમનો જૂનો વ્યવસાય. બધા જ ભાઈઓને આ વ્યવસાય વારસામાં મળ્યો અને બધા જ ફરસાણ બનાવવાના કારીગર. બારમાં ધોરણમાં ત્રણ વિષયમાં નપાસ અને પછી આગળ ન ભણાયું. 1990માં બિપિનભાઈ એકલા રાજકોટ આવ્યા.

હાલ નાગપુરમાં 34 એકરની જગ્યામાં ગોપાલ નમકીનનો એક ખૂબ મોટો પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. લગભગ બે હજારથી વધુ લોકોને રોજગાર મળી રહ્યો છે. બિપીનભાઈ દેશમાં દર 500 કિલોમીટરે ગોપાલની એક ફેક્ટરી બનાવવા ઈચ્છે છે. આ ઉપરાંત દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ આસપાસ મોટા પ્લાન્ટ બનાવવાની યોજના છે. આ સમગ્ર પ્રોજેક્ટ 10 વર્ષમાં પૂર્ણ કરવાનો પ્લાન છે અને તેમાં અંદાજે રૂપિયા 1000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે.

વેફર માટેનો એક પ્લાન્ટ અરવલ્લીના મોડાસામાં બની રહ્યો છે, જે એક મહિનામાં કાર્યરત થઇ જશે. અહીં અમે 35000 ટનનું ગુજરાતનું સૌથી મોટું કોલ્ડસ્ટોરેજ બનાવી રહ્યા છીએ. અત્યારે કંપનીનું ટર્નઓવર રૂપિયા 1000 કરોડથી વધુ છે અને આવતા પાંચ-સાત વર્ષમાં એને વધારીને રૂ. 5000 કરોડ પર પહોંચાડવા બિપીનભાઈ અને તેમની ટીમ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: 66 વર્ષના આ ભારતીય ક્રિકેટરે કર્યા 28 વર્ષની છોકરી સાથે લગ્ન, કિસીંગ ફોટો પણ થયા વાઇરલ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment