હાઇવે પર ગાડી ચેક કરતાં ગાડીમાંથી મળ્યા કરોડો રૂપિયા, પોલીસ અંદરોઅંદર વહેચી લીધા, અસલી ખેલ તો પછી શરૂ થયો…

મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં પોલીસ પર ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ છે કે પોલીસે હવાલાના 1 કરોડ 45 લાખ રૂપિયાની રકમ લૂંટી લીધી. આ ઘટના સિવાનીના બંડોલ વિસ્તારમાં થઈ હતી. આ મામલામાં 1 સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સહિત કુલ 10 પોલીસવાળાને સસ્પેન્ડ કરી દીધા છે.

આ ઘટના 8-9 ઓક્ટોબરની રાતે બની હતી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, SDOP પૂજા પાંડેના નેતૃત્વમાં NH-44 પર ગાડીઓનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સિવની પોલીસને જાણકારી મળી કે એક વેપારી ગાડીમાં હવાલાના કરોડો રૂપિયા લઈને જઈ રહ્યા છે.ગાડીનું ચેકિંગ થયું. પોલીસના જણાવ્યા અનુસાર તેમાં લગભગ દોઢ કરોડ રૂપિયા હતા. પોલીસે પૈસાની સાથે વેપારીની પણ અટકાયત કરવાની હતી.

આરોપ છે કે, પોલીસે આવું કર્યું નહીં, પણ આટલી મોટી રકમના પૈસા અંદરોઅંદર વહેંચી લીધા.આરોપ છે કે પોલીસે વેપારીને કોઈ પણ કાનૂની કાર્યવાહી વિના જવા દીધો. તેના બીજા દિવસે સવારે એટલે કે 9 ઓક્ટોબરના રોજ વેપારી પાછો પોલીસ સ્ટેશને આવ્યો અને રાતના સમયે બનેલી ઘટનાની ફરિયાદ નોંધાવી.

વેપારીએ ચેકિંગમાં સામેલ પોલીસવાળા પર 3 કરોડ રૂપિયા લૂંટી લેવાનો આરોપ લગાવ્યો.આ ગાડી કટનીથી નાગપુર જઈ રહી હતી. રાતના 1થી 2 વાગ્યાનો સમય હતો. મહારાષ્ટ્રના નંબરવાળી એક ગાડીને પોલીસે રોકવાનો ઈશારો કર્યો, પણ ગાડી રોકાઈ નહીં. તેના પર પોલીસે ગાડીનો પીછો કર્યો. આખરે સીલાદેહી વિસ્તારમાં વેપારીને ગાડી રોકવી પડી.

આ પણ વાંચો:દિવાળીના આજુબાજુ ગુજરાતમાં થશે વરસાદ ! અંબાલાલ પટેલે કરી આગાહી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version