દિવાળીના આજુબાજુ ગુજરાતમાં થશે વરસાદ ! અંબાલાલ પટેલે કરી આગાહી…

રાજ્યમાં હવે વહેલી સવારે અને સાંજ બાદ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું તો વિખેરાઈ ગયું છે. જોકે, હિંદ મહાસાગરમાં નવી સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે કે નહીં તે અંગેનું અનુમાન જોઈએ. આજે આપણે દિવાળીની આસપાસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ.કે. દાસે ગુજરાતના હવામાનની માહિતી આપતા જણાવ્યું છે કે, વરસાદની સંભાવનાઓ ન હોવાનું જણાવવાની સાથે એ પણ જણાવ્યું છે કે, સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી. ગુજરાત પરથી મોનસૂન લાઈન પસાર થઈ ગઈ છે
જેના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હાલ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર એક લો-પ્રેશર સિસ્ટમ છે, જોકે, તેની ગુજરાત પર કોઈ અસર થવાની સંભાવનાઓ નથી. આ સાથે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હોવાનું પણ એકે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, તાપમાનની સ્થિતિ યથાવત રહેવાની તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે જેથી હમણાં ઠંડી માટે સામાન્ય સ્થિતિ બની નથી.
હવામાન અંગેના વિવિધ મોડલો પ્રમાણે, હિંદ મહાસાગરમાં હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જો તે દરિયામાં આગળ વધીને ઉપર આવે તો તેની અસર ગુજરાતમાં થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને થોડાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. જો આ સિસ્ટમ જમીનમાં જતી રહે તો તેની ગુજરાત પર ઘણી ઓછી અસર થઈ શકે છે. એટલે કે દિવાળીની આસપાસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. જોકે, ભારે વરસાદની શક્યતાઓ નહીંવત છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version