ચોમાસાની વિદાઇને લઈને પરેશ ગો-સ્વામીએ કરી આગાહી ! આ તારીખે લેશે ચોમાસું વિદાઇ…

હાલ ગુજરાતમાં ચારેય બાજુ સતત ચાર દિવસથી વરસાદ જામ્યો છે 8માં મહિનો કોરો રહ્યો બાદ 9માં મહીનનામાં વરસાદે તાબડતોડ બેટિંગ કરી છે ત્યારે હવે નિષ્ણાત અંબાલાલ પટેલ બાદ બીજા હવામાન  નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નક્કોર આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીએ 24થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને પાટણ અને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે હવે ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ઉઘાડું થઈ શકે છે તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી જોવા જઈએ તો મોટા ભાગે વરસાદની કોઈ સંભાવના નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છ જેવા ભાગોમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ લેશે તેમ જણાવ્યું છે

આ પણ વાંચો;અંબાલાલ પટેલે કરી શિયાળાને લઈને ભારે આગાહી ! તાપણી પણ નહીં કરે કામ, ઠંડીનું જોર વધશે આ તારીખથી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version