ભરૃચ તા.૯ ભરૃચની એક હોસ્પિટલના ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર વિધર્મી બે સંતાનના પિતાએ પોતે અપરિણીત છે તેમ કહી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદમાં નિકાહ કરી હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવી વડોદરા અને અજમેરની હોટલોમાં શારીરિક શોષણ કરી તડછોડી મૂકતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૃચ શહેરના મધ્યમાં આવેલી એક હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતા મકતમપુર વિસ્તારના મુસ્લિમ યુવકે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી અનુસૂચિત જાતિની પરિણીતાને માર્ચ-૨૦૨૩થી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવાને પોતે કુંવારો છે તેમ જણાવી વિશ્વાસ ઊભો કર્યો હતો.
મુસ્લિમ યુવકનો ફોન પણ સ્વિચ ઓફ આવતા આખરે પરિણીતા ભરૃચ એ ડીવીઝન પોલીસ મથક પહોંચી હતી અને તા.૭ના રોજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપી હતી. પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવનાર યુવકને ઝડપી પાડયો હતો. બાદમાં યુવકે હિન્દુ પરિણીતાને પોતે અપનાવી લેશે તેવી મૌખિક બાંયેધરી આપ્યા બાદ તે જતો રહ્યો હતો. બીજી બાજુ બાદમાં પાછળથી પરિણીતાએ પણ પોતે ફરિયાદ આપવા માંગતી નહી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
