પ્રેમ પ્રકરણના અનેક બનાવો બનતા હોય છે ત્યારે હાલમાં વધુ એક પ્રેમી પંખીડા એ પોતાના જીવનું બલિદાન આપ્યું છે જેમાં પ્રેમિકાનું મુત્યુ થયું છે. આપણે જાણીએ છીએ કે આજના સમયમાં મોટાભાગના યુવાનો પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ તેમના માતા-પિતાઓ આ લગ્ન માટે રાજી હોતા નથી અને આ કારણે અને બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનમાં જ બે પ્રેમી પંખીડાઓ એ પોતાનો જીવ ગુમાવી દીધો.
વીટીવીના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, હાલમાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી યુવક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આવું પગલું શા માટે ભર્યું તે અંગે માહિતી જાણીએ.
આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો કચ્છના નખત્રાણા પંથકથી યુવક અને યુવતી શુક્રવારે ઘરેથી ભાગીને રાજકોટ આવેલા, જેથી બન્નેની ગુમ થયાની ફરિયાદ નોંધાયેલ.
રાજકોટ પોલીસે બંનેને ટ્રેસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેસાડ્યા હતા. જોકે પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરથી યુવક અને યુવતીએ પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં જ ગળા પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ ચોંકાવનાર બનાવમાં યુવતીનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો મૃતક યુવતીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે તેમજ આ દુઃખદ બનાવમાં પગલે પરિવારમાં શોકનો માહ છવાઈ ગયો હતો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે ઈશ્વરે ને પ્રાર્થના કરી કે મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શકિત મળે
આ પણ વાંચો; આ મહિલાએ દેશી જુગાડ કરી સાઇકલમાંથી બનાવી નાખ્યું વોશિંગ મશીન ! વિડીયો જોઈ તમારું મગજ પણ કામ નહિ કરે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
