હાલ કંઈએ તો ઘોર કળિયુગ ચાલી રહ્યું હોય તેવું પણ કહી શકાય છે કારણ કે હાલના સમયમાં અનેક એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, અમુક વખત કોઈ પિતા પોતાના પુત્રની હત્યા તો અમુક વખત કોઈ દીકરો પોતાના માતા-પિતા કે કોઈ સગાવાલાની હત્યા કરી નાખતા હોય છે, આથી જ કહી શકાય કે હાલ કલિયુગ ચાલી રહ્યું છે કાંઈ પણ થઇ શકે છે.
એવામાં જ એક ખુબ જ ધ્રુજાવી દેતી હત્યાની ઘટના સામે આવી છે જેમાં એક માતા પોતાના જ ફૂલ જેવા દીકરાની ઠંડે કાળજે હત્યા કરી નાખે છે, હત્યાનું કારણ પણ એવું સામે આવ્યું હતું કે તે જાણ્યા બાદ ભલભલા કંપી ઉઠ્યા હતા.જે સંતાનને 9 મહિના સુધી પેટ વેંઢાર્યા તે જ દીકરાની હત્યા કરવી પડી હવે માતાની એવી તો શું મજબૂરી રહી હશે? તો ચાલો તમને આ પુરી ઘટના વિશે વિગતે જણાવીએ.
આ પુરી ઘટના ગ્વાલિયર માંથી સામે આવી છે જ્યા પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહની પત્ની જ્યોતિ રાઠોરએ ત્રણ વર્ષીય માસુમને છતથી નીચે ફેંકી દીધો હતો જેમાં માસૂમનું કરુણ મૌત નીપજ્યું હતું, માતાએ કરેલ આવા કામ પાછળનું કારણ સામે આવ્યું કે આ માસુમ તેની માતાને તેના પ્રેમી સાથે જોઈ ગયો હતો.એવામાં માતા જ્યોતિ આ વાતને લઈને ગભરાય ગઈ હતી કે ત્રણ વર્ષીય પુત્ર જતીન બધું જ પતિને કહી દેશે આથી જ્યોતિએ તેના જ સંતાનને છતથી ફેંકી દીધો હતો.
બે માળેથી નીચે પટકાતા માસૂમનું કરુણ મૃત્યુ થયું હતું, ઘરના લોકોને એવું લાગ્યું હતું કે અસાવધાનીને લીધે દીકરાનો પગ લપસી ગયો હશે અને તે નીચે પટકાયો અને તેની મૌત થઇ ગઈ, પરંતુ થોડાક દિવસો ગયા બાદ ખુદ જ્યોતિએ જ પોતાના પાપોનો પર્દાફાશ કરતા પોતાના પતિને બધી જ વાત કહી હતી જેનો તમામ ઓડિયો વિડીયો પતિએ રેકોર્ડિંગ કરી લીધો હતો જે બાદ જ્યોતિ રાઠોર વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેના પ્રેમીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી
આ પણ વાંચો:બાળકની આ એક ભૂલે માતા પિતાને દોડતા કરી દીધા ! રમતા રમતા ગળી ગયો એવી વસ્તુ કે ડૉક્ટરોનો પણ જીવ અધ્ધર…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
