કબૂતરને બચાવવા જતાં માસૂમ બાળકે ગુમાવી પોતાનો જીવ ! પટેલ સમજમાં દુખનું મોજું…જાણો આખી ઘટના…..

હાલમાં જ ગાંધીનગરમાં એક એવી દુઃખદ ઘટના બની કે જાણીને તમારૂ કાળજું કંપી જશે. કબુતર ને બચાવવા જતા માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો ! પટેલ પરીવાર મા દુખ નુ મોજુ ફરી વળ્યું છે. આ ઘટના દરેક માતા પિતાઓ માટે ચેતવણી સમાન છે. આ બનાવ અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.

આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે ગાંધીનગરના સરગાસણ ટીપી – 9 ની નિલકંઠ સોસાયટીની લિફ્ટની ખાલી જગ્યામાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવવાના પ્રયાસમાં ધોરણ – 8 માં અભ્યાસ કરતો 13 વર્ષીય કિશોરનું ડકટમાંથી નીચે પટકાતા દુઃખદ નિધન થયું.

આ દુઃખદ બનાવના કારણે પરિવાર પર આભ તૂટી પડયું છે.  આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો નિરવ સોસાયટીમાં નીચે મિત્રો સાથે રમવા માટે જતો હતો. એ વખતે ચોથા માળેથી ઉતરતી વેળાએ કોઈ અવાજ આવી રહ્યો હતો. તેથી તે પાંચમા માળે ગયો હતો. જ્યાં લિફ્ટની ડકટમાં કબૂતર ફસાયેલું હતું અને તરફડિયાં મારી રહ્યું છે.

કબૂતરને બચાવવા માટે તે લિફ્ટની બાજુની બારીમાં લાગેલી સિમેન શીટ પર પગ મૂકતાં જ નિરવ લીફ્ટની ડક્ટમાં નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓ થવાથી નિરવનું અકાળે અવસાન થયું હતું. વિષ્યમાં આવી દુર્ઘટના સર્જાય નહીં એ માટે દરેક માં બાપે બાળકનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે.

આ પણ વાંચો:સુરતમાંથી સામે આવ્યો હૈયું કંપાવી નાખતો બનાવ ! મિત્રએ જ કરી મિત્રનું હત્યા, કારણ કઈક એવું હતું કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version