ક્રાઇમ સિરિજને ટક્કર આપે તેવી ઘટના ! સગીરે કરી મોટાભાઇ અને ગર્ભવતી ભાભીની હત્યા, કારણ જેની હચમચી જશો…

જૂનાગઢ: વિસાવદર તાલુકાના શોભાવડલા ગામમાં હચમચાવી નાંખે તેવી હત્યાની ઘટના બની છે. સગીર વયના ભાઈએ જ મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરીને બન્નેના મૃતદેહને દાટી દીધા હતા. પોલીસે આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ફિલ્મો અને ક્રાઈમ સિરીઝમાં તો આપણે અનેક હત્યાની ઘટનાઓ જોઈ હશે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં ડબલ મર્ડરની એવી ઘટના બની છે કે તે ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપી દે તેવી છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે. આ ખોડીયાર આશ્રમની અંદર રહેતા પરિવારમાં માતા, મૃતક મોટો પુત્ર શિવમગીરી (ઉં.વ. 22), તેની મૃતક પત્ની કંચન કુમારી (ઉં.વ. 19), અને એક સગીર દીકરો હતા. મોટો દીકરો શિવમ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. જ્યારે સગીર દીકરો આશ્રમનું અને ગૌશાળાનું કામ સંભાળતો હતો. દારૂની લત ધરાવતો સગીર દીકરો અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. આ જ ઝઘડાએ એક દિવસ ખૂની ખેલ રચ્યો.જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે.

ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે. આ ખોડીયાર આશ્રમની અંદર રહેતા પરિવારમાં માતા, મૃતક મોટો પુત્ર શિવમગીરી (ઉં.વ. 22), તેની મૃતક પત્ની કંચન કુમારી (ઉં.વ. 19), અને એક સગીર દીકરો હતા. મોટો દીકરો શિવમ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. જ્યારે સગીર દીકરો આશ્રમનું અને ગૌશાળાનું કામ સંભાળતો હતો. દારૂની લત ધરાવતો સગીર દીકરો અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. આ જ ઝઘડાએ એક દિવસ ખૂની ખેલ રચ્યો.ત્યારબાદ સગીરે ભાઈ ભાભીના મૃતદેહને આશ્રમ નજીક જ એક વાડામાં ઊંડો ખાડો કરી દાટી દીધા હતા.

ગુનાને અંજામ આપ્યાના લગભગ 6 દિવસ પછી, એટલે કે 21 ઓક્ટોબરે, હત્યારા સગીર અને તેની માતાએ મૃતક પુત્રવધૂના પિતાને ફોન કર્યો હતો. તેઓએ જુઠ્ઠું બોલ્યું કે, “તમારા દીકરી-જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને બંને મૃત્યુ પામ્યા છે. અકસ્માત ગંભીર હોવાથી અમે તેમની દફનવિધિ પણ કરી દીધી છે.” પરંતુ, આ વાત મૃતક મહિલાના પરિવારજનોના ગળે ન ઉતરી. મૃતક કંચન કુમારીના ભાઈ લલન કુમારે જણાવ્યું કે, અમે અકસ્માતના ફોટા માંગ્યા, ત્યારે તેઓ આડા અવળી વાતો કરવા લાગ્યા અને અન્ય અકસ્માતના ફોટા મોકલ્યા, જેનાથી અમને શંકા ગઈ હતી. આ શંકાને આધારે લલન કુમારે તેના બીજા બનેવી સાથે મળીને વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ ગુમ થયેલા દંપતીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી.

આ પણ વાંચો:જન્મદિવસની ઉજવણી કરવા યુવકે લૂંટી વૃદ્ધની બુટ્ટી ! અને પછી જે બન્યું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version