ન્યૂ જર્સીની રહેવાસી ભારતીય મૂળની યોગિની વર્માની શોર્ટ હિલ્સ મોલમાંથી ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જો કે બાદમાં કોર્ટમાં હાજર થવા સુધી છોડી દેવામાં આવી. મહિલા ટેસ્લામાં મોલ પાર્કિંગમાંથી બહાર નીકળી રહી હતી
ત્યારે પોલીસે તેને રોકી હતી.પોલીસે યોગિનીને પૂછ્યું કે શું તેણે મોલમાંથી કંઈ પૈસા આપ્યા વિના લીધું છે, જો કે તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો. તેણે એમ પણ કહ્યું કે પોલીસ તેની તપાસ કરી શકે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેણે મોલમાંથી ડાયમંડ બ્રેસલેટ લીધું છે,
ત્યારે તેણીએ જવાબ આપ્યો, “મેં બ્રેસલેટ લીધું હતું, પરંતુ મેં તેને જ્યાંથી લીધું હતું ત્યાં જ છોડી દીધું. અથવા તો તે સરકી ગયું હશે.” પોલીસે આખરે મહિલાના હાથમાં હીરાનું બ્રેસલેટ જોયું. મહિલાએ આ ઘટના માટે માફી માંગી.
આ પણ વાંચો:અમેરિકામાં આ ભારતીય ઉધ્યોગપતિ પર લાગ્યો 4000 કરોડનો ગંભીર આરોપ ! 4000 કરોડનું કૌભાંડ…..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
