અલાબામાની કોલબર્ટ કાઉન્ટીમાં મોટેલ ચલાવતા ગુજરાતી પ્રવીણ પટેલને શૂટ કરી દેનારા વિલિયમ મોર નામના એક અમેરિકનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સજાનું એલાન કરાયું ત્યારે કોર્ટમાં એકદમ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મૃતકના પરિવારજનો પણ ત્યારે કોર્ટમાં હાજર હતા
અને તેમણે રડતી આંખે હત્યારાને એ વાતનો અહેસાસ કરાવ્યો હતો કે તેની કરતૂતને કારણે તેમના જીવનમાં કેટલી મોટી ખોટ પડી છે.અલાબામાની કોલબર્ટ કાઉન્ટીમાં મોટેલ ચલાવતા ગુજરાતી પ્રવીણ પટેલને શૂટ કરી દેનારા વિલિયમ મોર નામના એક અમેરિકનને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સજાનું એલાન કરાયું ત્યારે કોર્ટમાં એકદમ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
મૃતકના પરિવારજનો પણ ત્યારે કોર્ટમાં હાજર હતા અને તેમણે રડતી આંખે હત્યારાને એ વાતનો અહેસાસ કરાવ્યો હતો કે તેની કરતૂતને કારણે તેમના જીવનમાં કેટલી મોટી ખોટ પડી છે.વિલિયમને સજા ફટકારવામાં આવી ત્યારે પ્રવીણ પટેલની દીકરીએ કોર્ટમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પોતે હત્યારાને ક્યારેય માફ નહીં કરે. હત્યારાની સામે જોઈને તેમણે કહ્યું હતું કે જે દિવસે તે મારા પિતાની હત્યા કરી તે વખતે તે માત્ર એક વ્યક્તિને નહોતો માર્યો
પરંતુ તેની સાથે અમારી આખીય ફેમિલીને ખતમ કરી નાખી હતી. તેમણે હત્યારાને એવું પણ કહ્યું હતું કે તે જે કર્યું તેનાથી અમારી આખી જિંદગી કાયમ માટે એક ક્રાઈમ સીન જેવી થઈ ગઈ છે અને તારી કરતૂતને કારણે અમે જીવીશું ત્યાં સુધી અમારા પરિવારના સભ્યને ગુમાવવાનું અમને દુ:ખ રહેશે.
આ પણ વાંચો: ભાવનગરમાં આ જગ્યાના ચણામઠ જરૂરથી ચાખજો ! ટેસ્ટ એવો કે વારંવાર ખાવા જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
