ગુજરાત રાજ્યમાં જયારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરવામાં આવે તો આપણા મનમાં ભૂંગળા બટેટા, દાબેલી, ચણામઠ અને સમોસા જેવી અનેક વાનગીઓ મનમાં આવતી હોય છે. પિઝા બર્ગર તથા એવી અનેક વસ્તુઓ કરતા આ સ્ટ્રીટ ફૂડ લોકોને ખુબ વધારે પસંદ આવતું હોય છે. આ કારણને લીધે જ હાલ આપણે કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યાં આપણને સ્ટ્રીટ ફૂડની અનેક લારીઓ જોવા મળતી હશે જેમાં ભૂંગળા બટેટા તથા સમોસા જેવી અનેક વાનગીઓ મળી રહેતો હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ સ્ટ્રીટ ફૂડ લઈને આવ્યા છીએ જે ભાવનગર શહેરમાં ખુબ પ્રખ્યાત છે, એટલું જ નહીં લોકોને આ ફૂડ એટલું બધું પસંદ આવે છે કે લોકો રોજબરોજ તેને ખાવા માટે આ લારીએ જતા હોય છે. આ ફૂડ બીજું કોઈ નહીં પણ ચણામઠ છે. ભાવનગર શહેરમાં કાઠિયાવાડી ચણામઠ નામની ચાલતી આ લારી હાલ આખા ભાવનગરમાં ખુબ જ પ્રખ્યાત છે, કાઠિયાવાડી ચણામઠ વાળાના આ ચણામઠ લોકોને ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
ચણામઠ એક એવો ખોરાક છે જે શરીર માટે ખુબ પોષ્ટીક આહાર માનવામાં આવે છે. કાઠિયાવાડી ચણામઠની લારી ચલાવનાર ભાઈ જણાવે છે કે ભાવનગર શહેરમાં તેઓના ચણામઠની પાંચ લારી ચાલે છે જ્યા રોજના અનેક ચણામઠના રસવૈયાઓ આવીને તેનો સ્વાદ માણે છે. આ ચણામઠની કિંમત 15 રૂપિયાથી લઇ 25 રૂપિયા સુધીની છે. કિંમતમાં ફેરફાર થતા ફક્ત ચણામઠની કોન્ટીટી વધુ થઇ જાય છે બાકી સ્વાદમાં કોઈ પ્રકારે ફેરફાર થતો નથી
આ લારીએ રોજબરોજના અનેક લોકો ચણામઠનો સ્વાદ માણવા આવે છે, હેલ્ધી સાથો સાથ ખુબ સ્વાદિષ્ટ ચણામઠ હોય છે. આથી જ જિમ કરતા લોકો સવારે ચાલવા નીકળતા લોકો આ સ્વાદિષ્ટ ચણામઠનો સ્વાદ માણવા આવતા હોય છે. જો તમે ભાવનગરમાં શહેરમાં રહેતા હોવ તો એક વખત અવશ્ય ચાખવા જજો. આ લારી રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ,પરિમલ ચોક સહીત 5 જગ્યાએ લારી ઉભેલી હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
