વધુ એક મશહૂર અભિનેત્રી થયો કાર અકસ્માત ! મોટી મોટી ફિલ્મો અને થિયેટરમાં કરી ચૂકી છે કામ…

થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. તેમના મૃત્યુથી રંગમંચ સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અદિતિ નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાના ઘરેથી નીકળી હતી, અને તેમની કેબને અધવચ્ચે જ એક ઝડપી વાહને ટક્કર મારી દીધી.

આ દુ:ખદ અકસ્માતમાં અદિતિનો જીવ ચાલ્યો ગયો. અદિતિ મુખર્જીના મૃત્યુના સમાચાર બાદ રંગમંચ કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી.અદિતિ પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા આશુતોષ રાણા સાથે એક થિયેટર નાટક કરી રહી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ અદિતિને ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી,

જો કે ડોકટરો તેમનો જીવ બચાવી શક્યા નહિ. અદિતિ એક થિયેટર કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેના ઘરેથી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી જઈ રહેલી કેબમાં મુસાફરી કરી રહી હતી. અદિતિ મુખર્જી દિલ્હીના મહિપાલપુરમાં તેના ભાઈ સાથે રહેતી હતી.

આ પણ વાંચો;ગોધરામાં મકાનમાં લાગી આગ ! આગ એટલી જોરદાર હતી કે 4 લોકોના નિધન અને…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version