ગોધરામાં મકાનમાં લાગી આગ ! આગ એટલી જોરદાર હતી કે 4 લોકોના નિધન અને…

ગોધરાના બામરોલી રોડ પર આવેલ ગંગોત્રીનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના બની, જ્યાં ‘શરણાઈ’ના સૂર રેલાય એ પહેલાં જ એક હસતા-ખેલતા પરિવારના ચાર સભ્યનાં કરુણ મોત નીપજ્યાં.

મૃતકોમાં પતિ-પત્ની તથા તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે. શહેરમાં જાણીતા ‘વર્ધમાન જ્વેલર્સ’ના વ્યવસાય સાથે સંકળાયેલ કમલભાઈ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો કેમ કે તેમના પુત્રની સગાઈ હતી અને આખો પરિવાર વાપી જવા રવાના થવાનો હતો.

કે મોડીરાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટસર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી. ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યનાં ઘટનાસ્થળે જ ગૂંગળાઈને કરુણ મોત નીપજ્યાં.

આ પણ વાંચો;ગિરસોમનાથમાં BLO તરીકે કામ કરતાં શિક્ષકે કરી લીધો આપઘાત ! કારણ જાણી ચોંકી જશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version