ગિરસોમનાથમાં BLO તરીકે કામ કરતાં શિક્ષકે કરી લીધો આપઘાત ! કારણ જાણી ચોંકી જશો….

રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં અત્યંત દુખદ ઘટના સામે આવી રહી છે. એસઆઈઆરની કામગીરીમાં BLOનું કામ કરતા ગીરસોમનાથના શિક્ષકે આપઘાત કરી લીધો છે. શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે

કે, મારાથી કોઈપણ કાળે હવે આ એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું.આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોડીનારના દેવળી ગામના અરવિંદભાઈ વાઢેર 2010થી શિક્ષક તરીકે કાર્યરત છે. એસઆઈઆરની કામગીરીમાં શિક્ષક અરવિંદભાઈને BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે કામના ભારણનું કારણ જણાવ્યું છે.

તેમણે તેમની પત્નીને પત્ર લખ્યો છે કે, મારાથી કોઈપણ કાળે હવે આ એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. આ સાથે તેમણે જણાવ્યું છે કે, હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી.

પરિવાર અને શિક્ષણ સંઘે આ અંગે કહ્યું છે કે, BLOની કામગીરીને લઈ શિક્ષક ડિપ્રેશનમાં હતા. શિક્ષકના આપઘાત બાદ શિક્ષક સંઘે BLOની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. કોડીનાર સહિત રાજ્યભરમાં કામગીરીનો બહિષ્કાર કરાયો છે.નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે.

અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. શિક્ષક સંઘમાં રોષ આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે BLOની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો:ભારતે ગુમાવ્યો વધુ એક બહાદુર દીકરો ! લગ્નના 2 મહિના જ થયા હતા ને થયા શહીદ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version