સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં લુંટેરાઓએ બેન્ક લૂંટી ! બેન્કના લોકો પણ જોતાં રહી ગયા, જુઓ CCTV…

ગુજરાતના સુરતમાં બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ, બે બાઇક પર સવાર ચારથી પાંચ હેલ્મેટધારી લૂંટારુઓએ શહેરની હદમાં આવેલા સચિન નજીકના વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા પર હુમલો કર્યો હતો.

લૂંટારુઓ એક પછી એક હેલ્મેટ પહેરીને અંદર પ્રવેશ્યા અને બંદૂકની અણી પર કેશિયર અને સ્ટાફને બંધક બનાવ્યા. 13 લાખથી વધુની રોકડની લૂંટ કરીને બાઈક પરથી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.

લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, વીડિયોમાં બદમાશો બેંકમાં ઘૂસતા જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા સચિન પોલીસ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેંક પર પહોંચી ગયા હતા. પોલીસે રેડ એલર્ટ જાહેર કરી લૂંટારાઓની શોધમાં નાકાબંધી કરી દીધી છે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ ઍક નબીરાએ કાર ઠોકી કર્યો અકસ્માત ! ગાડી પર હતું પોલીસનું આવું સ્ટીકર…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version