વડોદરામાં 19 વર્ષીય યુવકને આવ્યો હાર્ટએટેક ! મિત્રો સાથે વાતચીત કરતો હતો અને અચાનક જ…

લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે હવે વધુ એક વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા માત્ર 19 વર્ષના વિદ્યાર્થીનુ હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે.

મુળ પાટણનો રહેવાસી દીપ ચૌધરી સાયન્સ ફેકલ્ટીના અભ્યાસ કરતો હતો. બુધવારની રાત્રે તે પોતાના મિત્રો સાથે નાસ્તો કરીને હોસ્ટેલમાં રહેતા બીજા મિત્રોને મળવા માટે ગયો હતો. તે હોસ્ટેલના રૂમમાં મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો થયો હતો અને તે રૂમમા જ ઢળી પડ્યો હતો.

ગભરાઈ ગયેલા તેના મિત્રોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો પણ હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ તેનુ અવસાન થયુ હતુ વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી હતો અને ફેકલ્ટીએ આવા વિદ્યાર્થીને ગુમાવવો પડ્યો તે દુખની વાત છે. તેના મિત્રો અને પરિવારને આ આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે.

આ પણ વાંચો:ભાવનગરમાંથી સામે આવ્યો દિલ હલાવી નાખતો બનાવ ! ફોરેસ્ટ ઑફિસરના ઘર પત્ની અને બાળકોને હત્યા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version