ભાવનગરમાંથી સામે આવ્યો દિલ હલાવી નાખતો બનાવ ! ફોરેસ્ટ ઑફિસરના ઘર પત્ની અને બાળકોને હત્યા…

ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં મળી આવેલા ત્રણ મૃતદેહોના કેસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પતિએ જ પોતાની પત્ની અને બે સંતાનોની ઘાતકી હત્યા કરીને હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.ભાવનગર શહેરમાં ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં મળી આવેલા ત્રણ મૃતદેહોના કેસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે.

ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા પતિ શૈલેષ ખાંભલાએ જ પોતાની પત્ની અને બે સંતાનોની ઘાતકી હત્યા કરીને તેમના મૃતદેહોને ક્વાર્ટરના પાછળના ભાગમાં દાટી દીધા હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.શહેરના તળાજા રોડ પર આવેલા કાચના મંદિર સામેની ફોરેસ્ટ કોલોનીમાં ACF શૈલેષ ખાંભલા તેમના 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પ્રુથા રબારી, અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી સાથે રહેતા હતા. થોડા દિવસો અગાઉ, આ ત્રણેય સભ્યો સુરત જવા નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા.

શૈલેષ ખાંભલાએ પોતે જ આ ગુમ થવા અંગે ભરતનગર પોલીસને જાણ પણ કરી હતી અને પરિવારજનોએ સોશિયલ મીડિયા પર મદદ માંગી હતી.પોલીસને બાતમી મળતાં, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પોલીસે શૈલેષ ખાંભલાના ક્વાર્ટરના વાડામાં તપાસ હાથ ધરી. FSL ટીમ, ડોગ સ્ક્વોડ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરવામાં આવતા, એક ખાડામાંથી ત્રણ લાશો મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે શૈલેષ ખાંભલાએ હત્યા કર્યા બાદ મૃતદેહોને પથ્થર સાથે બાંધીને પોતાના ક્વાર્ટરની પાછળના ભાગે દાટી દીધા હતા.

પોલીસે તુરંત જ શંકાના દાયરામાં આવેલા આરોપી પતિ શૈલેષ ખાંભલાની અટકાયત કરી સઘન પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં તેણે પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા સામે ગુનો દાખલ કર્યો છે. આ ત્રણેય મૃતદેહોને પેનલ પીએમ (Post Mortem) માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર ઘટનાએ ભાવનગર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે.

આ પણ વાંચો:હે ભગવાન ! શિક્ષકે શાળામાં મોડી પડેલી વિધ્યાર્થીને એવી સજા આપી કે વિધ્યાર્થીનું થયું નિધન….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version