રાજકોટમાં એક ઘટના એવી બની કે લોકો હેરાન થઇ ગયા છે. જ્યાં પતિને પોતાની પત્ની પર શક હોવાને કારણે તેને ગોળી મારી પોતાને પણ માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. અને પત્નીનું ણ સારવાર દરમ્યાન મોત થયું છે. તૃષા પોતાની બહેનપણી પૂજા સાથે જીમમાં ગઇ ત્યાંથી પાછી આવી
ત્યારે પાર્કિંગમાં તેને પોતાનો પતિ લાલજીએ ત્યાં આવ્યો અને બોલાચાલી થઇ. જેના પછી લાલજીએ તૃષા પર ગોળીબાર કર્યો અને પછી પોતે પણ ત્યાં જ ગોળી મારીને આત્મહત્યા કરી. ત્રણ વર્ષ પૂર્વે કૌટુંબિક ભત્રીજા વિશાલ સાથે અનૈતિક સંબંધ હોવાની પઢિયાર પરિવારને જાણ થઇ હતી. દંપતીને એક દિકરો ઓમ છે.
લાલજીભાઈના સાળાએ કહ્યું કે “મારી બહેનને અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેર હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી મારા બનેવી અવારનવાર મને ફોન કરીને તેના ઘરે બોલાવી મારી બહેનને સમજાવવાનું કહેતા હતા.”
આ પણ વાંચો:ભારતીય મૂળ મહિલાની યુકેમાં ટૂંપો દઈને કરાઇ હત્યા ! કારણ કઈક એવું હતું કે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
