હાલના સમયમાં પ્રેમ-પ્રકરણમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ક્યાંક લોહિળાય જંગ ખેલાઈ ગયેલો હોય છે અથવા તો ક્યાંય પરિવારનો માળો વિખેરાઈ જાય છે, તો ક્યાંક હિર-રાંઝા અને લૈલા મજનુંની અમર પ્રેમ કહાનીને પણ ટક્કર આપે તેવા બનાવો આપણને જોવા મળતા હોય છે આવો જ એક ક્ષણભર માટે તમને આશ્ચર્યમાં મુકી દે તેવો કિસ્સો હાલ માહારાષ્ટ્ર રાજ્યમાંથી સામે આવ્યો છે. જ્યાં પ્રેમ-પ્રકરણથી નારાજ યુવતીના પરિવારજનોએ તેના પ્રેમી યુવકનું ઢીમ ઢાળી દીધું છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, આ પ્રેમીકાએ પોતાના પ્રેમીની હત્યા થયા બાદ તેના મૃતદેહ સાથે લગ્ન કરીને હત્યારા બાપ-ભાઈ સહિતના પરિવારજનોને છોડવાની વાત કરી છે વિગતવાર વાત કરીએ તો, મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં 20 વર્ષિય યુવતી આંચલને સક્ષમ નામના એક યુવક સાથે પ્રેમ સબંધ બંધાયો હતો
અને બંને લવ મેરેજ કરવા સહમત થયા હતા. આ બાબતે આંચલે તેના પરિવારજનોને વાત કરી ત્યારે તેમના પરિવારજનોએ જાતી અલગ હોવાથી લગ્નનો વિરોધ કર્યો હતો, છતાં બંને પ્રેમી-પંખીડાઆ લગ્ન કરવા માટે આગળ વધ્યા હતા જ્યારે આંચલના ભાઈઓ અને તેના પિતાને ખબર પડી કે આંચલ સક્ષમ સાથે લગ્ન કરવા જઈ રહી છે
ત્યારે તેઓએ સક્ષમ પર હુમલો કર્યો હતો અને તેના માથામાં ગોળી મારી દીધી હતી, બાદમાં સક્ષમ લોહિલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. આંચલના ભાઈ-પિતા આટલેથી ન અટકતા તેઓએ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડેલા સક્ષમના માથા પર પથ્થર મારી માથાને કચડી નાખીને તેને નિર્મમ રીતે મોતને ધાટ ઉતારી દીધો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
