વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને એક પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવાને મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડી આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાએ શહેરમાં શોક ફેલાવી દીધો છે. મૃતક યુવાનનું નામ કિરીટ પંચાલ છે. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે, જેમાં કિરીટે પોતાના કાર્યસ્થળે સાહેબો દ્વારા આપાતા માનસિક અને શારીરિક ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનો ગંભીર ઉલ્લેખ કર્યો છે. પોલીસએ હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુસાઇડ નોટમાં કિરીટે સ્પષ્ટ કર્યા મુજબ, પેટ્રોલપંપ ખાતેના બે સાહેબો—રશ્મિત સિંઘ અને હાર્દિક પટેલ—તેને સતત ત્રાસ આપી રહ્યા હતા, જેના કારણે તે માનસિક રીતે તૂટી પડ્યો હતો. પોતાની પત્નીને ન્યાય અપાવવા માટે પણ તેણે નોટમાં વિનંતી કરી છે. કિરીટે 18 નવેમ્બરની સાંજે મણિનગર રેલવે સ્ટેશન પર આ આત્મઘાતી પગલું ભર્યું હતું.
ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ન્યાય મળ્યા વગર મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. કિરીટની સાળી જાનકી પંચાલે જણાવ્યું હતું કે,
“મારા જીજાજીને પેટ્રોલપંપવાળા સતત માનસિક અને શારીરિક ટોર્ચર કરતા. ઓફિસમાં પટ્ટાથી માર મારવામાં આવતો હતો. અમારી એક જ માગ છે—આરોપીઓ સામે ઝડપથી કાર્યવાહી થાય.”
તેમનો આક્ષેપ હતો કે પેટ્રોલપંપ સંચાલકોએ પરિવારને પણ ધમકી આપી હતી.
ખોખરા પોલીસ સ્ટેશનના PI બી.પી. સાવલિયાે જણાવ્યું કે, કેસને અકસ્માતે મોત તરીકે નોંધવામાં આવ્યો છે અને સુસાઇડ નોટને FSL પર મોકલી તેની સાચી વાત નીકળે તે માટે તપાસ ચાલુ છે
આ પામ વાંચો:દિલ્હી અને મુંબઈ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે 2 લોકોના મૌત અને…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
