દિલ્હી અને મુંબઈ હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે 2 લોકોના મૌત અને…

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોની શ્રેણી અટકતી નથી. સતત બીજા દિવસે લક્ષ્મીપુરા ગામ નજીક ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં કારમાં સવાર બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત નીપજ્યું, જ્યારે બે અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ.

અકસ્માત બાદ સ્થાનિક લોકોની ભીડ એક્સપ્રેસ વે પર ઉમટી પડી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા.

પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિઓના નામ આ મુજબ છે:

  1. મેહુલભાઈ જયંતીભાઈ ગલાણી (ઉંમર 27, કતારગામ, સુરત)
  2. અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ઉંમર 48, નીલકંઠ એવન્યુ, સુરત)

જ્યારે નીચેના બે લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા:

  1. પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા (અમરોલી, સુરત)
  2. ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી (વેલેન્ઝા, ઉમરા, સુરત)

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં સામેલ તમામ વ્યક્તિઓ સુરત શહેરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેના કારણો અંગે તપાસ શરૂ કરી છ

આ પણ વાંચો:વડોદરામાં ખેડૂતો કર્યો આપઘાત ! કારણ જ કઈક એવું બન્યું કે જાણીને હૈયું કંપી ઉઠશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

 

Leave a Comment

Exit mobile version