વડોદરામાં ખેડૂતો કર્યો આપઘાત ! કારણ જ કઈક એવું બન્યું કે જાણીને હૈયું કંપી ઉઠશે…

ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ વિવિધ કાવતરાં દ્વારા ભોળા લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાનું છેતરપિંડી કરતા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વડોદરાના એક ખેડૂત સાથે થયેલી દુઃખદ ઘટના સમગ્ર જિલ્લામાં ચકચાર ફેલાવી રહી છે.

ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે રહેતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને દિલ્હી ATSના નામે કોલ આવ્યો હતો. આરોપીઓએ તેમના ખાતામાં 40 કરોડ રૂપિયાનું ફ્રોડ થયાની ખોટી માહિતી આપી અને તેમને “ડિજિટલ એરેસ્ટ” કરીને સમગ્ર દિવસ દબાણમાં રાખ્યાં. સતત ધમકાવટ અને માનસિક પીડાને કારણે અતુલભાઈએ 17 નવેમ્બરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી સુરતથી બે આરોપીઓને ઝડપી લીધા છે. બીજી તરફ, પોલીસ દ્વારા જણાવ્યા મુજબ આરોપી રાહુલ સોની અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. મુદ્દાને લઈને સસરા મનહરભાઈએ સમજાવવા ફોન કરતાં રાહુલ ગુસ્સે ભરાઈ ગયો. ગુસ્સામાં તેણે લાયસન્સવાળા હથિયારો સાથે સુભાષ સોસાયટી ખાતે સસરાના ઘરે પહોંચીને 12 બોરની રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ—કુલ છ રાઉન્ડ—હવામાં ફાયર કર્યા.

ઘટનાની જાણ થતાં જ 112 પર કોલ કરવામાં આવ્યો અને પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ. પોલીસએ રાહુલને નશાની હાલતમાં અટકાયત કરી તેની ગાડીમાંથી રાઇફલ, રિવોલ્વર અને જીવતા કારતૂસ સહિત બે હથિયારો જપ્ત કર્યા.

આ પણ વાંચો;એક્ટીવા પાર્ક કરી રહેલા યુવકને અચાનક કુતરાએ ભર્યું બચકું ! પછી જે બન્યું તે જાણીને ચોંકી જશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version