એક્ટીવા પાર્ક કરી રહેલા યુવકને અચાનક કુતરાએ ભર્યું બચકું ! પછી જે બન્યું તે જાણીને ચોંકી જશો….

અમદાવાદમાં સતત રખડતાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં એક્ટિવા પાર્ક કરતાં યુવકને શ્વાને બચકાં(Dog bite) ભરી લેતાં સારવાર લેવી પડી છે. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રખડતાં શ્વાનને પકડવા માંગ કરી છે.

જાણવા મળ્યું છે કે આ શ્વાને 5થી વધુ લોકોને બચકા ભર્યા છે.CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક એક્ટિવા લઈને આવી રહ્યો છે અને ઝડપી શ્વાન તેની પાછળ આવે છે. યુવક એક્ટિવા પાર્ક કરે તે પહેલા જ તરત જ તેને બચકા ભરી નીચે પાડી દે છે. જાણવા મળ્યું છે કે આ ઘટના પાલડી વિસ્તારમાં બની છે.

ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. શ્વાન પકડવાની AMCની ઢીલી કાગીરી સામે રોષ ભભૂક્યો છે. જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં એક જ દિવસમાં પાંચથી વધુ લોકોને બચકા ભર્યા છે. આ ઘટનાઓ 18 નવેમ્બરે બની હતી. આ ઘટનાઓ બાદ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે.

લોકોનું કહેવું છે કે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) રખડતાં શ્વાન પકડવાની કામગીરી માત્ર નામની જ કરે છે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદમાં રખડતાં શ્વાનના પ્રશ્નને ચર્ચામાં લાવી દીધો છે.

આ પણ વાંચો:હોસ્પિટલમાં નોકરી કરતાં વધુ એક યુવાને ટૂંકાવ્યું જીવન ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે “તારા બે સપના…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version