SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)માટે BLOની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં 10 દિવસમાં મોત થયાં છે. હાલમાં મહેસાણાના સતલાસણાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.
નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા.
રાત્રે કામગીરી દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
