જાણો આખરે કોણ બનશે ધર્મેન્દ્રની સંપત્તિનો વારસદાર ! 400 કરોડથી વધુની છે સંપત્તિ…

Abplive ના અહેવાલો અનુસાર, ધર્મેન્દ્રની કુલ સંપત્તિ ₹400 થી ₹450 કરોડ છે, તેમણે બે લગ્ન કર્યા છે અને આ બંને લગ્નથી તેમને 6 બાળકો છે, બે દીકરા અને ચાર દીકરીઓ. જો ધર્મેન્દ્રની સંપત્તિનું વિભાજન થાય તો વારસાનો હકદાર કોણ હશે ? જો કોઈ વ્યક્તિના બીજા લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ (HMA) હેઠળ રદબાતલ ગણવામાં આવે છે

તો પણ તે લગ્નથી જન્મેલા બાળકો કાયદાની નજરમાં કાયદેસર માનવામાં આવશે.કલમ 16(1) હેઠળ, આવા બાળકોને તેમના માતાપિતાની મિલકત પર સંપૂર્ણ અધિકાર હશે. એટલે કે સની દેઓલ, બોબી દેઓલ, અજિતા દેઓલ અને વિજેતા દેઓલની સાથે સાથે ઇશા દેઓલ અને આહના દેઓલને પણ પિતાની મિલકત પર સમાન અધિકાર મળશે.

જો કે બીજી પત્ની હેમા માલિનીને ધર્મેન્દ્રની મિલકતમાં કોઈ હિસ્સો નહિ મળે કેમ કે તેમના લગ્ન હિન્દુ લગ્ન કાયદા હેઠળ માન્ય માનવામાં આવતા નથી. પ્રથમ પત્નીનો હિસ્સો Abplive પરથી મળેલા અહેવાલ મુજબ, ધર્મેન્દ્રની સ્વ-અર્જિત સંપત્તિમાં તેમના છ બાળકોની સાથે તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌર પણ કાયદેસર વારસદાર છે

અને તેમને પણ સમાન હિસ્સો મળશે. સંપત્તિનો પ્રકાર: કાયદા મુજબ, કલમ 16(1) હેઠળ બાળકોને માત્ર તેમના માતા-પિતાની સ્વ-અર્જિત (Self-Acquired) મિલકત પર જ સંપૂર્ણ હક મળે છે. જોકે ધર્મેન્દ્રની મોટાભાગની સંપત્તિ સ્વ-અર્જિત હોવાથી આ નિયમ લાગુ પડે છે.

આ પણ વાંચો:12માં ધોરણમાં વોલીબોલ રમત રમત અચાનક ઢળી પડ્યો વિધાર્થી ! જોયું તો ડોક્ટરે પણ કહી દીધું ઓમ શાંતિ….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version