રાજકોટમાં રહેતા વાછાણી પરિવાર પર વજ્રઘાત પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવારનો એકનો એક દીકરો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી એસએનકે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમતા રમતા ઢલી પડ્યો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
12 સાયન્સમાં ભણતો આદિત્ય શનિવારે સાંજે ટીમ સાથે લોવીબોલ રમતો હતો. અચાનક તે ઢળી પડ્તા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આદિત્યને માત્ર 18 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.આદિત્ય માતા-પિતાનો એકનો એક દીકરો હતો
અને 12માં સાયન્સમાં અભ્યાસ કરવાની સાથે સ્પોર્ટ્સમા્ં ભારે રૂચિ ધરાવતો હતો. પરિવાર માટે આ ઘા સહ્ય નથી ત્યારે ફરી નાની ઉંમરે આવતા હૃદયરોગના હુમલાઓનો વિષય ચર્ચામાં આવ્યો છે.
આવો જ કિસ્સો ભરૂચમાં બન્યો હતો જ્યાં સોડા લેવા આવેલો એક ટ્રક ડાઈવર દુકાનમાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. થોડા દિવસો પહેલા જીલ નામની અમદાવાદની યુવતી સુરતમાં કૉલેજમાં સ્પીચ આપ્યા બાદ સ્ટેજ પર જ ઢલી પડી હતી અને તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો:અભિનેત્રી હેમા માલની પર તૂટયો દુખોનો પહાડ ! ઘરમાં થયું ખાસ સભ્યનું નિધન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
