અમદાવાદમાં નબીરાઓનો આંતક ! થાર ચાલાકે 17 વર્ષીય બાળકને લીધો અડફેટમાં, ફૂલ જેવા દિકરનું અવસાન…

અમદાવાદમાં ફરી એકવારહિટ એન્ડ રન કેસમાં એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો, આ પહેલા રાતના સમયે તથ્ય પટેલ નામના સગીરે ફૂલ સ્પીડમાં જેગુઆર ચલાવીને 10 લોકોને અડફેટમાં લીધા હતા આ કારણે તથ્ય પટેલ હાલમાં જેલ હવાલે છે. આવી ઘટના બન્યા બાદ પણ લોકો વાહનો ફૂલ સ્પીડમાં ચલાવે છે અને પોતાના શોખ ખાતત રસ્તા પર મનફાવે તેમ વહાનો ચલાવતા હોય છે. હાલમાં ફરી એકવાર એક વાહન ચાલકે સગીર વયના બાઈક સવાર અડફેટે લઇ લેતા સગીરનું દુઃખદ નિધન થયું.

આ બનાવ અંગે વિગતવાર જાણીએ તો, અમદાવાદના સિંધુભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી મિત્રનું બાઈકલઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે થાર કાર પૂરઝડપે બાઈક સવાર સગીરને અડફેટે લઈ લેતા સગીરનું મોત નીપજ્યું હતું. આ ઘટના ખુબ જ દુઃખદ છે, કારણ કે આ દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ દુઃખ બનાવ બન્યા બાદ માનવતા દાખવવાને બદલે કાર ચાલક આ અકસ્માત ઘટના સ્થળેથી કાર મુકીને જ ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક આસપાસ હાજર લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ તો પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:મોરબીમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેવી ઘટના બની, પરિવાર સભ્યોએ દીકરીની કરપીણ હત્યા કરી, કારણ જાણી હચમચી જશો….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version