સુરતમાં મહિલા કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ! નોટમાં એવું લખ્યું કે ઊડી ગયા વાંચનારના હોશ…

આપઘાતના દિવસે ને દિવસે અનેક બનાવો બનતા હોય છે, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ દ્વારા સમાચાર મળ્યા છે કે, સુરત શહેરમાં સીંગણપોર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા અધિકારી પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.

આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે ઘટના સ્થળે જોયું તો મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીનો તેના રૂમમાંથી પંખા પર લટકેલો મૃતદેહ મળી આવેલો અને આ દરમિયાન ઘરે કોઈ હાજર ન હતું તેમજ ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પોલીસને મળી છે.

મૃતક મહિલા કોન્સટેબલ એ આત્મહત્યા કરતા પહેલા લખેલું કે, અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈતો ન હતો. મૃતક કોન્સ્ટેબલ મહિલા અધિકારી વિશે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે, આખરે એ કોણ છે અને શા માટે આવું પગલું ભર્યું હશે? દિવ્ય ભાસ્કરના અહેવાલ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મૃતક હંસાબેન ચૌધરીએ હાલમાં જ થોડા સમય પહેલા જ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમજ તેઓ સીંગણપુર વિસ્તારમાં આવેલા મહેશ્વરી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરી ગત રાત્રી સુધી સિંગાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારબાદ આજે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર આવ્યા ન હતા. જેને લઇ તેમનું સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો અને આખરે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં તો આ બનાવ અંગે કોઈ ચોક્કસ કારણ નથી મળ્યું પરંતુ હાલમાં આ તમામ ઘટના અંગે સંઘન તપાસ શરૂ છે.

આ પણ વાંચો:ગુજરાતમાંઆ બન્યો કરૂણ દાયક કિસ્સો ! બેફામ કાર ચાલકે બાઇકવાળ ને લીધો અડફેટમાં, બાઇક ચાલકનું નિધન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version