ઇડરમાં પરીક્ષા આપવા જતાં વિધ્યાર્થીનું કરૂણ દાયક મોત ! ઘટના જાણી ભલભલા થથરી જશે…

હાલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે, આ ઘટના વિષે જાણીને તમારું પણ હૈયું કંપી જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર હાર્ટ એટેકના બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખુબ જ દુઃખદ ઘટના બની છે. આ બનાવ ઇડર ગામનો છે, વીટીવી ન્યુઝ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, ઇડર ગામના એક વિધાર્થીનું અચાનક જ મોત નીપજ્યું. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી અપાઇએ કે આખરે આ દુઃખદ બનાવ કઈ રીતે બન્યો.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે, પ્રણય ચૌહાણ નામનો વિધાર્થી ધો.12માં અભ્યાસ કરતો હતો અને તે હોસ્ટેલમાં જ રહેતો હતો.સંસ્કૃતનું પેપર હોવાથી તે પરીક્ષા આપવા હોસ્ટેલથી પરીક્ષા કેન્દ્ર જવા રવાના થયો હતો પરંતુ પરીક્ષા કેન્દ્ર પર પહોંચે એ પહેલા જ રસ્તામાં જ તેની તબિયત લથડી હતી અને આ કારણે તાત્કાલિક જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

આ દુઃખદ ઘટના બાદ તાત્કાલિક જ વિધાર્થીના મૃતદેહને ઇડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ અને આ બનાવની જાણ થતા શિક્ષકો અને અન્ય વિધાર્થીઓમાં પણ દુઃખદની લાગણી છવાઈ ગઈ હતી તેમજ માતા પિતાને આ દુઃખદ બનાવ અંગે જાણ થતા શોકની લાગણી છવાઈ ગઈ હતી. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે મૃતક વ્યક્તિની આત્માને શાંતિ મળે.

આ પણ વાંચો;રાજકોટમાં બન્યો દુખદ બનાવ ! એમ્બુલન્સ અને ટ્રક અથડાતાં 3 ના મૌત અને વધુમાં…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version