દ્વારકામાં આર્થિક નુકસાન થતાં ખેડૂતો વિડીયો બનાવી ટૂંકાવ્યું જીવન ! દીકરીઓ પણ રડતી રહી ગઈ, જાણો શું છે આખો મામલો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દ્વારકાના ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. આ બનાવમાં જાણવા મળ્યું કે, સાત લોકોએ આર્થિક નુકસાન પહોંચાડ્યું હોય 2.5 કરોડ થી વધુ રૂપિયા ની છેતરપિંડી કરી હતી. આ બનાવના પગેલે તેમની પાંચ દીકરીઓએ પણ સામુહિક આપઘાતની વાત કરેલ.

આ અંગે જાણીએ તો વીટીવીના અહેવાલ પ્રમાણે મૃતક ભાયાભાઈ ચાવડા નવ મહિના સુધી ન્યાય માટે દોડતા રહ્યા. આપઘાત પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ભાયભાઈ ચાવડા ને સંતાનોમાં 5 દીકરીઓ હતી અને એક દીકરો હતો. આ તમામ દીકરીઓએ પિતાના આપઘાત બાદ એક હૃદય દ્રાવક વીડિયો દ્વારા ગૃહ પ્રધાન તેમજ જિલ્લા પોલીસ વડા પાસે આરોપી વિરુદ્ધ કડક પગલાંની માંગ કરી હતી.

ભાઈ ચાવડાને આરોપી રમેશ પીઠવા સહિતના 7 આરોપીએ ચણા મગફળીની બાકીમાં ખરીદી કરવી ખેડૂતોને ચૂકવવાના પૈસા રમેશ પીઠીયા એ પૈસા પરત ન આપતા અઢી કરોડ જેટલી રકમ ના દેવા હેઠળ ભાયાભાઇ ચાવડા આવ્યા હતા. અઢી કરોડની છેતરપિંડી થયેલ હતી જે અંગે પોલીસે જો સમયસર કાયદેસરની કાર્યવાહી કરી હોત તો કદાચ આજે ભાયા ભાઈ ચાવડા જીવિત હોત.

આ દુઃખદ બનાવના પગલે એ જણાય શકે છે કે મૃતક ભાયાભાઈ ચાવડામેં અઢી કરોડના કારણે આપઘાત કરવો પડ્યો હતો. આરોપીના નામ આપવા છતાં કોઈ પગલાં ના લેવાયા. મૃતક ભાયા ભાઈ ચાવડાની પુત્રીઓએ ન્યાયની માંગ કરતા કડક સજાની માંગ કરી છે.હાલમાં આ સમગ્ર બનાવના પગલે શું કાર્યવાહી કરવામાં આવે છે, તે અંગે સૌ કોઈની નજર છે. ખરેખર આ પરિવારને યોગ્ય ન્યાય મળવોજોઈએ કારણ કે અનેકવાર છેતરપિંડીનો ભોગ બનાર વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે

આ એન વાંચો;સુરતમાં 2 વ્યક્તિના એક જ સાથે નિધન ! કારણ જાણીને સૌ કોઈ હેરાન, જાણો આખી ઘટના…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version