સુરતનો શરમજનક કિસ્સો! ટ્યુશન શિક્ષકે 8 વર્ષના વિધાર્થીને બાથરૂમમાં લઈ જઈને…..કર્યું એવું કેજાણીને આંચકો લાગશે.

હાલમાં સુરતમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો આ સામે આવ્યો જેમાં એક ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આઠ વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આઠ વર્ષનો બાળક તેના ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે આવ્યો હતો. આ દરમિયાન શિક્ષકે ક્લાસીસમાં આવેલા બાથરૂમમાં લઈ જઈ તેણે વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ સમગ્ર બનાવની જાણ બાળકના માતા-પિતાને થઇ હતી. જેમાં બાળકના પરિવારજનો એ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ મછીન્દર આહિરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીના માતા પિતાની ફરિયાદના આધારે ધરપકડ કરાઈ છે. બાળકની માતાએ પોલીસ મથકે આવી ફરિયાદ આપી હતી કે, 5 જાન્યુઆરીના રોજ સાડા ચારથી 6 વાગ્યાના સમય ગાળા દરમ્યાન ટ્યુશન કલાસીસના શિક્ષકે બાળકને કલાસીસના બાથરૂમમાં લઇ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું છે.

આ બાબતે પોલીસે ડીંડોલી પોલીસે શીક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિક્ષક નવાગામ વિસ્તારમાં ક્લાસીસ ચલાવે છે. જે વિદ્યાર્થી સાથે આ ઘટના બની છે. તે ત્યાં ટ્યુશન માટે જતો હતો. ઉપરાંત વિદ્યાર્થીનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. આ મામલે શિક્ષકની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે

આ પણ વાંચો:પત્ની સાથે લિવઇનમાં રહેતા કૌટુંબિક ભાઈએ જાહેરમાં છરીના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા ! આખી ઘટના જાણી હચમચી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version