અત્યારના જમાનામાં આવુું વ્યક્તિ મળવું અશક્ય છે જ્યારે લોકોને મહેનત વગર જ રુપિયા જોઇએ છીએ ત્યારે એક એક 26 વર્ષીય વરરાજાએ પોતાના લગ્નના દિવસે એવું કંઈક કર્યું જે મોટાભાગના લોકો કરતા નથી તેણે ₹31 લાખનું દહેજ પાછું આપ્યું અને શગુન તરીકે ફક્ત ₹1 સ્વીકાર્યું. કન્યાના પિતા કોવિડના સમયમાં મોતે ભેટ્યા હતા.
આ પૈસા તેમના સમગ્ર જીવનની બચતમાંથી લેવામાં આવ્યા હતા. વરરાજાએ થાળમાં મુકેલા પૈસા જોઇને કહ્યું “મને આ પૈસા લેવાનો કોઈ અધિકાર નથી. આ પૈસા તેમના પિતાએ મહેનતથી ભેગા કર્યા છે.” વરરાજાના માતાપિતાએ પણ તેના વલણને ટેકો આપ્યો.
દહેજ પ્રથા સામે વરરાજાના વિરોધથી હાજર રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા અને ઉભા થઈને તાળીઓ પાડીને વધાવી લીધા.ગામલોકોએ તેને “દહેજ સંસ્કૃતિનો યોગ્ય જવાબ” ગણાવ્યો. જેના પછી લગ્નની વિધિઓ ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી. આ કિસ્સો આગ્રાનો છે.
આ પણ વાંચો:ઓસ્ટ્રેલીયામાં રહેલા ભારતીય દંપત્તિના ઘરે મોટી ચોરી ! 4 મર્સિડીઝ અને 1 પોર્સે કાર લઈ ગયા ચોર…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
