કેનેડામાં ફેબ્રુઆરી 07ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે એક શોપિંગ સેન્ટરના પાર્કિંગ લોટમાં એક ઈન્ડિયનની જાહેરમાં જ હત્યા કરવામાં આવી. ચંદન કુમાર નામનો આ યુવક 7 વર્ષથી કેનેડામાં રહેતો હતો. 37 વર્ષીય ચંદન કુમાર આઈટી કંપનીમાં જોબ કરતો હતો અને તે મૂળ કર્ણાટકનો નિવાસી હતો.કેનેડાની પોલીસનું માનવું છે
કે ચંદન પર ટાર્ગેટેડ અટેક કરવામાં આવ્યો હતો. મૃતક ટોરન્ટો કન્નડ સંઘ તેમજ શિરડી સાંઈ બાબા ટેમ્પલ ટ્રસ્ટ સાથે સંકળાયેલો હતો.\ ચંદન પર ફાયરિંગ થયું ત્યારે તે એક વ્હાઈટ કલરની SUVમાં હતો, સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો પણ શેર કરાઈ છે જેમાં જોઈ શકાય છે કે આ કારની વિન્ડશિલ્ડમાં બુલેટના નિશાન છે અને ડ્રાઈવર સાઈડનો કાચ તૂટેલો છે.2026માં ટોરન્ટોમાં આ ત્રીજો મર્ડર કેસ નોંધાયો છે.
આ પણ વાંચો21 વર્ષની યુવતીએ 40 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન ! જાણો આખી કહાની…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
