રવિવારે એક ચમકતી લેમ્બોર્ગિની કાર આવી જેણે પહેલા એક મોટરસાઇકલ સવારને ટક્કર મારી, પછી એક ઓટોરિક્ષા સાથે અથડાવી અને અંતે ફૂટપાથ પર પલટી મારી. જો એ હજૂ થોડી વધુ સ્પિડમાં હોત તો આ અકસ્માતમાં ઘણા લોકોના મોત નિપજ્યા હોત. આ લક્ઝરી કાર બંશીધર ટોબેકો પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને કેકે મિશ્રાના પુત્ર શિવમ મિશ્રાની છે. શિવમ મિશ્રા એક વીડિયોમાં અકસ્માત પછી કારમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા
છતાં તેમનું નામ FIRમાં નથી. અકસ્માત પછી, એવી દલીલ કરવામાં આવી હતી કે શિવમ મિશ્રાને અચાનક ચક્કર આવ્યા હતા, જેના કારણે તેમણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને હવે તેના વકીલ દ્રારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે, ‘કાર શિવમ મિશ્રા નહીં, પણ ડ્રાઇવર ચલાવી રહ્યો હતો’ પણ સાથેજ સોશિયલ મિડીયા પર એક વીડિયો વાયરલ થયો છેજેમાં લોકો શિવમને ડ્રાઇવર સીટ પરથી નીચે ઉતારતા જોવા મળે છે.
હવે સાચું કોણ છે. શિવમ મિશ્રાના કરોડો રૂપિયાના તમામ લક્ઝરી વાહનોનો VIP નંબર એક જ હતો – 4018. પછી ભલે તે રોલ્સ-રોયસ હોય, લેમ્બોર્ગિની હોય, ફેરારી હોય, મેકલેરેન હોય કે પોર્શ હોય – દરેક વાહનનો નંબર એક જ હતો સાથેજ મિશ્રા પરિવાર ટર્નઓવર ઓછો બતાવીને મોટા પાયે ધંધો છુપાવી રહ્યો હતો. આગળની તપાસમાં બધા તથ્યો સામે આવશે આ ઘટના કાનપુરની છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
