અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ સાથે છેતરપિંડી કરતી એક રીઢા ગુનેગારોની ગેંગને ઝડપી પાડી છે.આરોપીઓ નરોડા ખાતેની ઓફિસમાં ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરીને કંપનીના પેકેજ ખોલતા હતા. આ કેમિકલથી પેકેટ એવી રીતે ખુલતું કે આગળ કોઈને ખબર જ ન પડે કે તેની સાથે છેડછાડ થઈ છે.
ઓરિજિનલ વસ્તુ કાઢી લીધા બાદ તેમાં ડમી વસ્તુ મૂકી દેવામાં આવતી અને ત્યારબાદ પાર્સલને ફરીથી સીલ કરી દેવાતું હતું. પોતે જ ઓર્ડર પ્લેસ કરતા અને તેમનો જ માણસ ડિલિવરી બોય તરીકે તે પાર્સલ પહોંચાડવા જતો. પાર્સલમાંથી સામાન બદલી નાખ્યા બાદ ‘ડમી પ્રોડક્ટ નીકળી છે’
તેવું ખોટું કારણ દર્શાવી પાર્સલ રિટર્ન કરી દેવામાં આવતું અને કંપની પાસેથી રિફંડ મેળવી લેવાતું હતું. આ કેસમાં કુલ સાત આરોપીઓ સામેલ છે, જેમાંથી મોટાભાગના રાજસ્થાનના જાલોરના વતની છે ગોડાઉનના સંચાલકોને શંકા જતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો અને આખરે આ કૌભાંડનો પર્દાફાશ થયો .
આ પણ વાંચો:વહેલી સવારે અમદાવાદમાં થયો ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
