યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિધ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન ! કારણ જાણતા…

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હવાની ઘટના સામે આવી છે. જેમાં NSS કેમ્પમાં 21 વર્ષીય મહેશ્વરી ખાચર નામની વિદ્યાર્થિનીએ NRI હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસના રૂમની બારીમાં ટૂંપો દઇને આપઘાત કર્યો છે.આ દીકરી મૂળ બોટદની વતની અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી હતી

અને એલ.ડી. આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. NSS કેમ્પ ચાલી રહ્યો હોવાથી વિદ્યાર્થિની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. વિદ્યાર્થિનીનું NSSમાં કામ સારું હતું જેના કારણે સિનિયર વોલેન્ટિયર બનાવાઈ હતી.સાંજે 5 વાગ્યે એરપોર્ટ NSSના કાર્યક્રમમાં કોલકાતાથી આવતા મહેમાનોને લેવા જવાની હતી.

યુનિવર્સિટીના શ્યામ પ્રસાદ મુખર્જી હોલથી 3:30 વાગ્યે નીકળી અને પરત ન આવતા પ્રોફેસરે અન્ય વિદ્યાર્થિનીને મૃતક વિદ્યાર્થિનીને બોલાવવા મોકલી હતી. ત્યારે તે ટૂંપો લીધેલી હાલતમાં જોવા મળતા મૃતકની મિત્રએ જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને જાણ કરી હતી. આવુ કરવા પાછળનું કારણ હજૂ સામે આવ્યું નથી.

આ પણ વાંચો:લેડી DSP પર ઉધ્યોગપતિએ ફસાવ્યો ! 2.5 કરોડ રૂપિયાનું એવી રીતે કરી નાખ્યું કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version