અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતાં-રમતાં આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. 18 જાન્યુઆરીએ જ્યારે બાળકના ચહેરા પર અચાનક તકલીફના હાવભાવ દેખાયા અને તેને ઊલટી થઈ,
ત્યારે માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, વંશના રમકડાંમાંથી એક રમકડું ગાયબ હતું અને પૂછપરછ કરતાં બાળકે તે ગળી ગયાનું કબૂલ્યું હતું. પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ લાવ્યો,
જ્યાં એક્સ-રેમાં આખું રમકડું હોજરીમાં હોવાનું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તબીબોએ અત્યંત ધીરજ રાખી રમકડાના માથાના ભાગ પર પકડ જમાવી અને વાલ્વને નુકસાન પહોંચાડ્યા વગર તેને બહાર કાઢ્યું હતું.
આ પણ વાંચો:મોડાસામાં સગા ભાઈએ જ ગળું દબાવીને ભાઈની કરી હત્યા ! મિલકતને લઈને બન્યું એવું કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
