આવી લવ સ્ટોરી તો ફિલ્મોમાં પણ નહીં જોઈ હોય ! 6 લાખનો ખર્ચ 5 મહિનામાં 3 ઓપરેશન અને…

સાચા પ્રેમની ખાતર અશક્યને પણ શક્ય કરી બતાવતી આ હૃદયસ્પર્શી કહાની, એક 25 વર્ષની યુવતીએ આસામની અનીતા સાથેના પોતાના પ્રેમને કાયમી ઓળખ આપવા માટે જે સાહસ કર્યું છે તે જોઈને ભલભલાની આંખો ભીની થઈ જાય. બંને યુવતીઓ હોવાને કારણે લગ્ન અને ભવિષ્ય સામે જ્યારે સમાજની દીવાલો ઉભી થઈ,

ત્યારે આ યુવતીએ પાછળ હટવાને બદલે પોતાનું અસ્તિત્વ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. દિલ્હીની હોસ્પિટલમાં આશરે 6 લાખના ખર્ચે અને પાંચ મહિના સુધી અસહ્ય શારીરિક પીડા વેઠીને તેણે ત્રણ મોટા ઓપરેશન કરાવ્યા અને જેન્ડર સર્જરી દ્વારા નેન્શુમાંથી ‘નમન’ બન્યો. આ સફર જરાય સહેલી નહોતી, પણ અનીતાનો સાથ અને નેન્શુનું સમર્પણ એટલું મજબૂત હતું કે આજે તેઓ એક સત્તાવાર કપલ તરીકે સાથે છે.

નેન્શુમાંથી નમન બનેલા આ યુવાને સાબિત કરી દીધું કે પ્રેમમાં વ્યક્તિ પોતાનું આખું સર્વસ્વ ન્યોછાવર કરવા પણ તૈયાર હોય છે, બસ હૈયામાં એકબીજા માટે સાચી લાગણી હોવી જોઈએ. આ સાચા પ્રેમની જીતની અનોખી ગાથા આજે આખા પંથકમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટના મધ્યપ્રદેશની છે

આ પણ વાંચો:ભગવાન આવો દીકરો કોઈને ન આપે ! સામાન્ય વાતને લઈને માતાને મૌતને મૌતને ઘાટ ઉતારી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version