દેશની સુરક્ષા કરતી મહિલાની ઘરે પત્નીએ જ કરી હત્યા ! કારણ જાણી હચમચી જશો…

દેશની સુરક્ષા માટે આતંકવાદીઓ અને ખતરનાક ગુનેગારોનો સામનો કરનારી દિલ્હી પોલીસની SWAT (Special Weapons and Tactics) કમાન્ડો કાજલ આજે આપણી વચ્ચે નથી રહી. દિલ્હીના મોહન ગાર્ડન વિસ્તારમાં રહેતી કાજલ પર તેના જ પતિએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના 22 જાન્યુઆરી 2026ની રાત્રે આશરે 10 વાગ્યે બની હતી. કાજલ અને તેના પતિ અંકુર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને અંકુરે વજન ઊંચકવાના ડમ્બેલ વડે કાજલના માથા પર પ્રહાર કર્યો હતો.

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં અંકુર પોતે જ કાજલને હોસ્પિટલ લઈ ગયો હતો. કાજલની હાલત અત્યંત નાજુક હતી અને તે ‘બ્રેઈન ડેડ’ જાહેર થઈ હતી. અંતે, 27 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. કાજલ 2022માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી.

તેની કાબિલિયતને કારણે તેને સ્પેશિયલ સેલની SWAT ટીમમાં સામેલ કરવામાં આવી હતી, જ્યાં તે આકરી ટ્રેનિંગ બાદ કમાન્ડો બની હતી. વર્ષ 2023માં તેના લગ્ન અંકુર સાથે થયા હતા. અંકુર રક્ષા મંત્રાલયમાં ક્લર્ક તરીકે દિલ્હી કેન્ટમાં તૈનાત છે. પોલીસે 22 જાન્યુઆરીએ જ અંકુર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી. જોકે, કાજલના અવસાન બાદ હવે આ કેસમાં હત્યાની કલમ (કલમ 103-1, BNS) ઉમેરવામાં આવી છે. દિલ્હી પોલીસની આ બહાદુર દીકરીના મોતના સમાચારથી પોલીસ વિભાગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો;અમદાવાદમાં બેફામ કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવક પુલ પરથી નીચે પડ્યો ! ઘટના એવી બની કે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version