યુકેમાંથી એક ખતરનાક ઘટના સામે આવી છે. જેમાં બ્રિટનના ગેટ્સહેડમાં રહેતી 24 વર્ષીય મેસી હેન્ડરસન યુવતી સાથે એવું કંઇક થયું જેણે લોકોને હેરાન કરી દીધા. મેસી જ્યારે ફ્રેડીના બાળક સાથે ગર્ભવતી હતી, ત્યારે તેણે તેના પર તલવાર, રેઝર બ્લેડ અને લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. એક રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટનામાં, ફ્રેડીએ મેસીને બળજબરીથી પોતાનું લોહી પીવા માટે મજબૂર કરી હતી.
કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, વર્ષ 2021થી 2022 વચ્ચે મેસી પર ઘણા હુમલાઓ થયા હતા. જ્યારે ફ્રેડી સારી રીતે જાણતો હતો કે તે ગર્ભવતી છે, છતાં તેને પર ખુરશી અને વિવિધ વસ્તુઓ ફેંકીને હુમલો કરતો હતો. હદ તો ત્યારે થઈ જાય, જ્યારે તેણે તલવારથી તેના પગ પર ઘા માર્યા, જેના કારણે શરીર પર ઊંડા જખમ અને આજીવન રહી જાય તેવા નિશાન પડી ગયા હતા. મેસીની જાંઘ પર બ્લેડથી એટલો ઊંડો કાપો માર્યો કે, શરીરની અંદરનું માંસ પણ દેખાવા લાગ્યું હતું.
ફ્રેડીએ મેસીનું ગળું દબાવ્યું, લોખંડના સળિયાથી તેના માથા પર પ્રહાર કર્યો અને એકવાર તો તેને સતત 25 મુક્કા માર્યા આ સમયે મેસી પથારીમાં સૂઈ રહીને પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સલામતી માટે પ્રાર્થના કરી રહી હતી.દરેક હુમલા પછી ફ્રેડી રડવાનું નાટક કરતો અને સહાનુભૂતિ માંગતો. મેસીની માતાએ તેના ગુમ થયાની રિપોર્ટ નોંધાવી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફ્રેડીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:વિમાન બ્લાસ્ટ થતાં મશહૂર નેતાનું થયું નિધન ! નામ જાણીને ચોંકી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
