આજથી 25 વર્ષ પહેલાં 26મી જાન્યુઆરી, 2001ના દિવસે જ્યારે સમગ્ર ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે ગુજરાતમાં ધરતી ધ્રુજી ઊઠી હતી. 7.7ની તીવ્રતાના ભૂકંપે માત્ર 2 મિનિટમાં હજારો જિંદગીઓ, અસંખ્ય સપનાં અને આશાઓને જમીનદોસ્ત કરી નાખી હતી. આ ભયંકર દુર્ઘટનામાં એક ચમત્કારિક ઘટના બની હતી – વિરલ દલાલનો કાટમાળ નીચે પાંચ દિવસ સુધી દટાયા બાદ જીવતા બચાવ થયો હતો.
અમેરિકામાં શાનદાર જિંદગી જીવતા વિરલ પોતાના પરિવારજનોથી દૂર ન રહી શક્યા અને ભારત પાછા આવી ગયા હતા. ભૂજની ટ્રિપ માટે પ્લાનિંગ કરી, ‘લગાન’ના શૂટિંગ દરમિયાન આમિર ખાન જ્યાં રહ્યા હતા એ સહજાનંદ ટાવરમાં રહેવાની તક મળી હતી. 26મી જાન્યુઆરીની સવારે જ્યારે વિરલ અડધી ઊંઘમાં હતા, ત્યારે વીજળીના કડાકા જેવો જોરદાર અવાજ સંભળાયો. બિલ્ડિંગ હલવા લાગ્યું અને પત્તાના મહેલની જેમ ભૂજનું સૌથી ઊંચું બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું. વિરલ એક કોંક્રિટ બોક્સમાં ફસાઈ ગયા, જ્યાં સીલિંગ માત્ર બે ઇંચના અંતરે લટકતી હતી.
સંપૂર્ણ અંધકારમાં, હલી પણ ન શકાય એવી સ્થિતિમાં વિરલે બૂમો પાડતા રહ્યા. કલાકો, દિવસો પસાર થયા. ભૂખ, તરસ, નિરાશા અને લાચારી સાથે સંઘર્ષ કરતા વિરલે એક્સ્ટ્રીમ પગલું ભર્યું – પોતાનું યુરિન પીધું અને સતત ફાઇટ આપતા રહ્યા. પાંચમા દિવસે યુકેથી આવેલી ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કોર્પ્સની 18 વોલેન્ટિયર્સની ટીમે કાટમાળ નીચેથી વિરલનો અવાજ સાંભળ્યો. ખૂબ પ્રયાસો બાદ તેમને કોઈ હાનિ વિના બહાર કાઢવામાં આવ્યા.
એના પછીના ચાર દિવસમાં વિરલને જાણ થઈ કે તેમના ફાધર, મધર, બ્રધર, સિસ્ટર ઇન લો અને બે વર્ષના નેફ્યૂ સહિત પાંચ ફેમિલી મેમ્બર્સમાંથી કોઈ બચ્યું નહોતું. આખી દુનિયા વેરાન થઈ ગઈ હોવા છતાં વિરલે હાર માની નહીં. પેરેન્ટ્સે જે સપનાં જોયાં હતાં એને સાકાર કરવાનો નિર્ણય કર્યો અને અમેરિકા પાછા ગયા. આજે વિરલ ‘ચૂઝિંગ લાઇટ’ના લેખક છે અને તેમનો આ સર્વાઇવલ સ્ટોરી લાખો લોકો માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો;અમેરિકામાં 2 વર્ષની બાળકી સાથે કરવામાં આવ્યું એવું કામ કે જાણીને આંચકો લાગશે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
