અમેરિકાના એટલાન્ટા નજીક આવેલા જ્યોર્જિયાના લોરેન્સવિલ વિસ્તારમાં એક ભારતીય પરિવારમાં સર્જાયેલા માતમથી સ્થાનિક લોકો સ્તબ્ધ છે. આરોપી વિજય કુમાર અને તેની પત્ની મીનુ ડોગરા વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જે અંતે હત્યાકાંડમાં પરિણમી હતી. ૫૧ વર્ષના વિજય કુમારે ગુસ્સામાં આવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં તેની પત્ની મીનુ અને ઘરના અન્ય ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. આ હિંસક ઘટના વખતે ઘરમાં ત્રણ માસૂમ બાળકો પણ હાજર હતા.
ગોળીઓનો અવાજ સાંભળી બાળકો ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા બેડરૂમના કબાટમાં સંતાઈ ગયા હતા. ત્યાંથી જ 12 વર્ષના એક બહાદુર બાળકે 911 ડાયલ કર્યો અને પોલીસને ઘરમાં ચાલી રહેલા લોહિયાળ ખેલની માહિતી આપી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોહીથી લથબથ મૃતદેહો મળી આવ્યા હતા.
પોલીસે આરોપી વિજય કુમારની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાકાંડ પાછળ લાંબા સમયથી ચાલી રહેલો કૌટુંબિક ઝઘડો કારણભૂત હતો. સોશિયલ મીડિયા પર લોકો આ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે અને કબાટમાં સંતાઈને પોલીસને જાણ કરનાર બાળકની સમજદારી અને બહાદુરીના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચોસોના કરતાં પણ વધુ ચાંદીએ રચ્યો ઇતિહાસ ! કિમત જાણી ઊડી જશે હોશ…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
