યુરોપિયન દેશોમાં નોકરી અને ઉંચા પગારની જો તમે પણ રાહ જોતાહોવ તો ચેતી જજો. કારણકે નવસારીની એક મહિલા આવી જ રીતે ફસાઇ છે. મીના જોશી બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 70 હજારથી 80 હજાર પગાર મળશે તેવું કહીને મોકલાઇ હતી. હવે તે ભારત પાછી આવવા માગે છે પણ સ્થિતિ એવી છે કે તેની પાસે રિટર્ન ટિકિટના પણ પૈસા નથી. એજન્ટે મને એમ જણાવ્યું હતું કે 8 કલાકના કામના 70થી 80 હજાર રૂપિયા પગાર મળશે.
ઓવરટાઇમના મળીને 90 હજાર કે એક લાખ રૂપિયાનો પગાર મળશે. હું વિધવા છું અને દેવુ કરીને અહીં બેલારૂસ આવી છું. મને અહીંયા ગાયના તબેલામાં રહેવા માટે મુકી દીધી છે. મીંક્સ (બેલારૂસની રાજધાની)માંથી મને 350-400 કિલોમીટર દૂર રાખી દીધી છે. ઘણા લોકો અહીંયા ફસાયેલા છે.
બેલારૂસ મોકલવા માટે મારી પાસેથી 5.50 લાખ રૂપિયા લીધા હતા. તેમણે મને જે કામ અને પગાર કહ્યા હતા તે મળ્યાં નથી. વડોદરામાં ગજાનંદ ઓવરસીસ નામથી તેમની મેઇન ઓફિસ છે.
તેઓ 2 ભાઇઓ એજન્ટ છે. મેં એક અઠવાડિયા જેટલું કામ કર્યું હતું. હું અહીંયા જેમ તેમ રહું છું. સામે એજન્ટ કહે છે કે કંપનીમાં સરખી રીતે કામ ન કરાવને કંપનીએ અજન્ટને મેસેજ કરેલા છે. અને આ બહેને સામેથી જ રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો;અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા ! ગાડીમાંથી નીકળતા જ થયું ન થવાનું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
