સુરતના જાણીતા ઉધ્યોગપતિને થયું લાખોનું નુકસાન ! ઘટના જાણી કંપી ઊઠશો…

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી લવજીભાઈ બાદશાહની લક્ઝુરિયસ કારમાં આગ લાગવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમની લકઝુરી કાર કિયા કાર્નિવલ (Kia Carnival) ખટોદરા સ્થિત શોરૂમમાં સર્વિસ માટે આપવામાં આવી હતી. આજે બપોરે સર્વિસ પૂર્ણ થયા

બાદ શોરૂમનો કર્મચારી જ્યારે કાર લઈને પરત જઈ રહ્યો હતો, ત્યારે ખટોદરા કોમ્યુનિટી હોલ અને ચોસઠ જોગણી માતાના મંદિર વચ્ચે કારમાં અચાનક ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. સદનસીબે, આગની તીવ્રતા વધે તે પહેલા જ ડ્રાઈવર કારની બહાર નીકળી ગયો હતો,

જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ મજુરા અને ઉધના ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ₹60 લાખની કિંમતની કાર માત્ર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના ગુજરાતના પ્રસિદ્ધ શહેર સુરતની છે

આ પણ વાંચો:અભિનેતા શાહરુખ ખાને પહેરેલી આ ઘડિયારની કિમત જાણીને ઊડી જશે હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version