સુરતમાં લગ્ન મંડપમાં એવો સીન થયો કે જાન માંડવેથી પાછી ભાગી ! પોલીસ વચ્ચે પડતા જોવાજેવી થઈ..

સુરતના વરાછા વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક અદભૂત પરિસ્થિતિ સર્જાઈ હતી. લગ્નના માંડવે કન્યાપક્ષની ભૂલથી જમવાની યોગ્ય વ્યવસ્થા ન થતાં જાનૈયાઓ માટે જમવાનું ખૂટી ગયું. આથી ગુસ્સે બનેલા વરરાજા અને તેના લોકો માંડવેથી સીધા જાન પાછી ફેરવી ગયા હતા. બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો સર્જાતા કન્યાપક્ષ સીધો વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને કાર્યવાહી કરવાની માંગણી કરી.

પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે વરરાજા અને તેના પરિવારજનોને પણ સ્ટેશનમાં બોલાવી લેવા પડ્યા. બંને પક્ષને સમજાવી સાંભળીને પોલીસે મધ્યસ્થતા કરતા આખી રાત કાઉન્સિલિંગ ચાલ્યું અને અંતે વહેલી સવારે સાડા ચાર વાગ્યે પોલીસ સ્ટેશનના અંદર જ લગ્ન કરાવવામાં આવ્યા.

માતાવડી પાસે લક્ષ્મીનગરની વાડીમાં બિહારના યુવક–યુવતીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જમવાની ગડબડને કારણે જાનૈયાઓએ ભારે બબાલ મચાવી દીધી. જમવાના સ્ટોક ખૂટી જતા હંગામો એટલો વધ્યો કે બે પરિવારો વચ્ચે જોરદાર ઝઘડો થયો અને અંતે જનકયાત્રા પરત લઈ જવાની નોબત આવી ગઈ.

આ આખી ઘટનાએ હાજરોને ચોંકાવી દીધા—જે લગ્ન મોટા શોખથી મંડપમાં થવાના હતા, તે પોલીસ સ્ટેશનમાં ફેરા ફરીને પૂર્ણ થયા અને મહેમાનોનો રોલ પોલીસકર્મીઓએ ભજવ્યો

આ પણ વાંચો:ગુજરાતના આ પટેલ પરિવાર પર તૂટયો દુખનો પહાડ ! વિદેશમાં રહેતા વધુ એક 22 ગુજરાતીનું નિધન…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version